ભાજપમાંથી સસ્પેન્ડ થયા બાદ દિલીપ પ્રજાપતિનો સમાજ પણ બહિષ્કાર કરી શકે છે
મહિલાએ બુમો પાડતાં લોકો ભેગા થઈ ગયા અને કાઉન્સિલરને મેથીપાક ચખાડ્યો
આણંદઃ ગુજરાતમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરી લો એટલે બધી છૂટ હોય તેમ નેતાઓ વર્તવા લાગે છે. રાજ્યમાં ભાજપ સાથે સંકળાયેલા અનેક લોકો ગુના આચરતા આવ્યાં છે અને કેટલાક સામે તો ફરિયાદ પણ નોંધાઈ છે. જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર-6ના કાઉન્સિલર દિલીપ ઉર્ફે દીપુ પ્રજાપતિની કાળી કરતૂત સામે આવી છે.
ઘરમાં સૂતી મહિલા પર રાત્રીના સમયે ઘરમાં ઘુસીને દિલીપભાઈ પ્રજાપતિએ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાનો પતિ ઘરે આવી જતા દીપુ પ્રજાપતિએ તેમના પર હુમલો કર્યો હતો. મહિલાના પતિએ બુમો પાડતા આસપાસના રહીશો આવી ગયા હતા અને કાઉન્સિલરને મેથીપાક ચખાડ્યો હતો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી
ઘટનાને પગલે રાજકારણ પણ ગરમાયું છે, અનેક રાજકીય માથાઓ દીપુના નજીકના હોવાનું જાણવા મળ્યું છે. વિવાદ વધતા ભાજપ દ્વારા આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર-6ના કાઉન્સિલર દિલીપને પાર્ટીની ગરીમાને નુકસાન પહોંચાડવા તેમજ શિસ્ત ભંગ બદલ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલની સૂચનાથી પાર્ટીના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++