+

અમેરિકાની ઇરાન પર જોરદાર એરસ્ટ્રાઇક, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને અબ્બાસ બંદર પર હુમલો

અમેરિકાઃ ફરી એક વખત ઇરાન પર મોટો હુમલો કરવામાં આવ્યો છે, ટ્રમ્પે થોડા કલાકો પહેલા જ આ હુમલાની વાત કરી હતી અને હવે ઇરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને અબ્બાસ બંદર પર એર સ્ટ્રાઇક કરી છે. અમેરિકાના સૈન્યની

અમેરિકાઃ ફરી એક વખત ઇરાન પર મોટો હુમલો કરવામાં આવ્યો છે, ટ્રમ્પે થોડા કલાકો પહેલા જ આ હુમલાની વાત કરી હતી અને હવે ઇરાનના સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને અબ્બાસ બંદર પર એર સ્ટ્રાઇક કરી છે.

અમેરિકાના સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા દક્ષિણ ઈરાનમાં આ હવાઈ હુમલા કરાયા છે. આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ અનુસાર ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની બે બોટ્સ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં દરિયાઈ માઈન્સ બિછાવી રહી હતી. અમેરિકાને આ વાતની જાણ થતા જ તેમના ફાઇટર જેટ અહીં તૂટી પડ્યાં હતા અને બંને બોટનો સફાયો કરી નાખ્યો હતો, આ હુમલામાં મોતનો કોઇ આંકડો સામે આવ્યો નથી.

ઈરાનના અબ્બાસ બંદર પર આવેલી સરફેસ-ટુ-એર મિસાઈલ સાઈટ પરથી અમેરિકી ફાઈટર જેટ્સને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરાયો હતો. જેથી અમેરિકાએ અહીં પણ ઇરાનને જવાબ આપ્યો છે.

ટ્રમ્પે ઈરાનના સંવર્ધિત યુરેનિયમને ન્યૂક્લિયર ડસ્ટ ગણાવીને અલ્ટીમેટમ આપ્યું છે કે ઈરાને તેનો તમામ જથ્થો અમેરિકાને સોંપી દેવો પડશે અથવા આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ તેનો નાશ કરવો પડશે અને આવું નહીં થાય તો અમેરિકા ઇરાન પર મોટા હુમલા કરશે.

facebook twitter