અમેરિકાએ વધુ એક ઝટકો આપ્યો, વિદેશીઓ માટે વર્ક પરમિટ સંબંધિત નિયમોમાં કર્યો ફેરફાર, ભારતીયો પ્રભાવિત થશે

02:01 PM Nov 02, 2025 | gujaratpost

(EAD) એમ્પ્લોયમન્ટ ઓથરાઇઝેશન ડોક્યુમેન્ટ ઓટો રિન્યૂંઅલ નહીં થાય, હવે કરવી પડશે ફરીથી અરજી

હજારો ભારતીઓને થઇ શકે છે અસર, અમેરિકાએ નવો નિયમ કર્યો લાગુ 

વોંશિગ્ટનઃ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ બહારના કર્મચારી માટે રોજગાર અધિકૃતતા દસ્તાવેજો (EAD) ને આપમેળે લંબાવવાનો ઇનકાર કર્યો છે. આ પગલાથી હજારો વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને ભારતીયો પ્રભાવિત થશે. હવે આ વિઝા ઓટોમેટિક એક્શટ્રેન્સ નહીં થાય, તેના માટે ફરીથી અરજી કરવાની રહેશે.

બુધવારે એક અધિકારીએ નિવેદનમાં જણાવ્યું કે 30 ઓક્ટોબર, 2025 (ગુરુવાર) ના રોજ અથવા તે પછી તેમના EAD ના નવીકરણ માટે અરજી કરનારા વિદેશીઓને હવે તેમના EAD નું ઓટોમેટિક વિસ્તરણ મળશે નહીં. તેના માટે હવે લાંબી પ્રક્રિયા કરાશે.

જો કે 30 ઓક્ટોબર પહેલા આપમેળે લંબાવવામાં આવેલા EAD પર કોઈ અસર થશે નહીં. ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું કે નવો નિયમ જાહેર સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે છે.

આ પગલું બાઇડેન વહીવટીતંત્રના નિયમનો અંત લાવે છે, જે ઇમિગ્રન્ટ્સને વર્ક પરમિટ સમાપ્ત થયા પછી 540 દિવસ સુધી યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવાની મંજૂરી આપતો હતો.

EAD શું છે અને કોને તેની જરૂર છે ?

EAD (ફોર્મ I-766/EAD) હોવું એ સાબિત કરવાનો એક રસ્તો છે કે કોઈ વ્યક્તિ ચોક્કસ સમયગાળા માટે યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરવા માટે અધિકૃત છે. કાયમી રહેવાસીઓએ EAD માટે અરજી કરવાની જરૂર નથી.

ગ્રીન કાર્ડ (ફોર્મ I-551, કાયમી નિવાસી કાર્ડ) એ રોજગાર અધિકૃતતાનો પુરાવો છે. બિન-ઇમિગ્રન્ટ સ્થિતિ (H-1B, L-1B, O, અથવા P) ધરાવતા વ્યક્તિઓને પણ આ દસ્તાવેજની જરૂર નથી.