ગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારો સામે FIR, ત્રણની ધરપકડ, જાણો સમગ્ર મામલો

01:32 PM Nov 02, 2025 | gujaratpost

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારો સામે બેફામ વાહન ચલાવવા અને રસ્તા પર સ્ટંટ કરવા બદલ FIR દાખલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ફિલ્મ કલાકારો સાયન્સ સિટી રોડ પર બાઇક અને કાર ચલાવીને રોડ પર સ્ટંટ કરતા જોવા મળ્યાં હતા. વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ટીકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજાની ધરપકડ કરી છે.

મિસરી ફિલ્મના કલાકારોમાં ટીકુ તલસાનિયા, માનસી પારેખ, પ્રેમ ગઢવી, રૌનક કામદાર, હિતુ કનોડિયા અને કૌશામ્બી ભટ્ટનો સમાવેશ થાય છે. વાયરલ વીડિયોમાં કલાકારો ટીકુ તલસાણિયા, માનસી પારેખ અને પ્રેમ ગઢવી સહિત અન્ય કલાકારો બાઇક અને કાર પર સ્ટંટ કરતા જોવા મળે છે. આ વીડિયો 29 ઓક્ટોબરની રાત્રે રેકોર્ડ કરવામાં આવ્યો હતો. ફિલ્મ મિસરી 31 ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહી છે

મિસરી કલાકારો સામે FIR દાખલ

તપાસ બાદ, ટ્રાફિક પોલીસે ફિલ્મ કલાકારો અને ડ્રાઇવરો સામે FIR દાખલ કરી છે. GJ 24 AA 1275 નંબરની જીપ અને GJ 01 A 1121 નંબરની બાઇક સહિત અન્ય વાહનોને તપાસમાં સામેલ કરવામાં આવ્યાં છે. પોલીસે IPC ની કલમ 281 અને મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ કેસ નોંધ્યો છે.

પોલીસ હવે વીડિયોમાં દેખાતા તમામ કલાકારો અને ડ્રાઇવરોની પૂછપરછ કરશે. સ્ટંટમાં વપરાયેલા વાહનો જપ્ત કરાશે. રસ્તા પર સ્ટંટ કરવા અને બેદરકારીથી વાહન ચલાવવું એ ગંભીર ગુનાઓ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++