અમદાવાદઃ ડીઆરઆઇએ મોટી કાર્યવાહી કરીને અંદાજે 8 કરોડ રૂપિયાનો હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. બેંગકોંકથી આવેલા મુસાફર પાસેથી આ નશાનો સામાન ઝડપી લેવામાં આવ્યો છે.
ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એજન્સીએ આ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 7.71 કિલો ગાંજો સંતાડીને લાવવામાં આવ્યો હતો, ફ્લાઇટમાં આવેલા મુસાફરની બેગમાંથી વેક્યુમ કરેલા 6 પેકેટ્સ મળી આવ્યાં હતા.
હાલમાં એજન્સી તપાસ કરી રહી છે કે આ ગાંજો ક્યાં સપ્લાય કરવાનો હતો અને આ શખ્સ પહેલા પણ આવી રીતે ગાંજો લઇને આવ્યો હતો કેમ કેમ, નોંધનિય છે કે છેલ્લા કેટલાક સમયથી એજન્સીઓની ડ્રગ્સ માફિયાઓ પર નજર છે અને એક પછી એક કિસ્સામાં ગાંજા સહિતનો નશાનો સામાન જપ્ત કરવામાં આવી રહ્યો છે.
Trending :