અમદાવાદઃ લોકસભાની ચૂંટણી પુરી થતા જ એજન્સીઓ સક્રિય બની છે, અમદાવાદ અને સુરતમાં આંગડિયા પેઢીઓના 25 ઠેકાણાંઓ પર સીઆઇડી ક્રાઇમે દરોડા કર્યાં છે, જેમાં 15 કરોડ રૂપિયાની રોકડ અને 1 કિલો સોનું જપ્ત કર્યું છે, સાથે મોટી સંખ્યામાં વિદેશી ચલણ પણ જપ્ત કરાયું છે, સટ્ટાકાંડમાં અંદાજે 200 કરોડ રૂપિયાના હવાલા થયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
કરોડો રૂપિયાના આ હવાલા રેકેટમાં ED અને ઇન્કમટેક્સ વિભાગ પણ જોડાયું છે, સી.જી રોડ પર પ્રાઈમ આંગડિયામાંથી 5 કરોડ, એચ.એમ.આંગડિયામાંથી 8 કરોડ રૂપિયા, પીએમ આંગડિયામાંથી 2 કરોડ રૂપિયા કબ્જે કરાયા છે. એજન્સીને મોબાઈલ, કોમ્પ્યુટરમાંથી પણ મહત્વના પુરાવા હાથ લાગ્યા છે.
સીઆઈડી ક્રાઈમના ઈન્ચાર્જ ચૈતન્ય મંડલીકના નેજા હેઠળ આ તપાસ ચાલી રહી છે, એક સાથે અનેક જગ્યાએથી રોકડ જપ્ત કરાઇ છે, આ હવાલા કૌભાંડમાં ગેમિંગ એપ અને સટ્ટાબાજી સાથે જોડાયેલા અનેક માથાઓનાં નામો સામે આવી શકે છે.
નોંધનિય છે કે આંગડિયા પેઢીઓ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહી છે, ખાસ કરીન સટ્ટા સાથે જોડાયેલા મોટા માથાઓના રૂપિયા આ પેઢીઓ ફેરવી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526