+

ACB એ ચાંગોદર UGVCL ના જુનિયર ક્લાર્કને 15,000 રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા

અમદાવાદઃ એસીબીએ યુજીવીસીએલના કર્મચારીને લાંચ લેતા ઝડપી લીધા છે, ધનરાજ દિપકકુમાર પટેલ ઉ.વ.36 , નોકરી- જુનિયર આસિસ્ટન્ટ (વર્ગ-3), યુ.જી.વી.સી.એલ, ચાંગોદર સબ ડીવીઝન, રહે.સી/210, પ્રણવ એપાર્ટમેન્ટ, સાઇબાબ

અમદાવાદઃ એસીબીએ યુજીવીસીએલના કર્મચારીને લાંચ લેતા ઝડપી લીધા છે, ધનરાજ દિપકકુમાર પટેલ ઉ.વ.36 , નોકરી- જુનિયર આસિસ્ટન્ટ (વર્ગ-3), યુ.જી.વી.સી.એલ, ચાંગોદર સબ ડીવીઝન, રહે.સી/210, પ્રણવ એપાર્ટમેન્ટ, સાઇબાબા મંદીરની પાછળ, સતાધાર, ઘાટલોડીયાની લાંચ કેસમાં ધરપકડ કરી છે.

ગુનાનું સ્થળ: યુ.જી.વી.સી.એલ, ચાંગોદર સબ ડીવીઝનની ઓફીસ નીચે, ઇસ્કોન ગાઠીયા રથની પાસે, આર.જી.સીટી મોલનાં પાર્કિંગમાં

ફરીયાદીની ફાર્મા કંપનીમાં મીટરનો લોડ વધારા માટે યુ.જી.વી.સી.એલ.ની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી હતી અને ફી પણ ભરી હતી.જે મીટર લોડ વધારાનું કામ પતાવી આપવા માટે વ્યવહાર પેટે આરોપીએ ફરીયાદી પાસે 15 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.

ફરિયાદી આ કેસમાં લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેને આધારે ગોઠવેલા લાંચના છટકામાં આરોપી કર્મચારી આવી ગયો હતો.

ટ્રેપિંગ અધિકારીઃ સુ.શ્રી ડી.બી.ગોસ્વામી, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી. ટીમ 

સુપર વિઝન અધિકારી: કે.બી. ચૂડાસમા, મદદનિશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ

facebook twitter