PI સાથે પ્રેમ પ્રકરણ ! ક્રાઈમબ્રાંચના પરિષરમાં જઇને મહિલા ડોક્ટરે હાથમાં ઇન્જેક્શન લગાવીને કરી આત્મહત્યા

03:00 PM Mar 07, 2024 | gujaratpost

15 પાનાની સ્યૂસાઇડ નોટ મળી

મારો પ્રેમી જ મારા અંતિમ સંસ્કાર કરેઃ મૃતક ડોક્ટર

પોલીસ આ કેસની ન્યાયિક તપાસ કરે તે જરૂરી

અમદાવાદઃ શહેરમાં પોલીસવર્દીને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાંચના પરિષરમાં જ એક 32 વર્ષીય મહિલા ડોક્ટરે  પગમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી, મૃતક મહિલા ડૉક્ટરના પર્સમાંથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે, જેમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં છે.

ક્રાઈમ બ્રાંચમાં આવેલા વસંત રજબ સ્મારક પાસેના બાકડા પર બુધવારે મોડી સાંજે મહિલા બેભાન હાલતમાં મળી હતી. પોલીસના સ્ટાફે તપાસ કરતા તેની પાસે ઈન્જેક્શન મળી આવ્યું હતુ. જેથી તાત્કાલિક 108ના સ્ટાફને જાણ કરીને તપાસ કરવામાં આવતા મહિલા મૃત હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા મૃતક મહિલાનું નામ ડૉ. વૈશાલી જોષી હોવાનું ખુલ્યું હતું. જે શીવરંજની પાસે પીજીમાં રહેતી હતી અને તે બાલાસિનોરના વિરપુર ગામની વતની હતી.

આ મહિલા ઇકોનોમીક્સ ઓફેન્સ વિંગમાં અનેકવાર કોઈ ફરિયાદ માટે પણ અગાઉ આવી હતી. ત્યાર બાદ તેમના એક પીઆઇ સાથે સંબંધોનો પણ ખુલાસો થયો છે. બુધવારે તેઓ ક્રાઈમ બ્રાંચ આવ્યાં હતા.પરંતુ પોલીસે તેમને ધમકાવીને કાઢી મુકતા ત્યાં જ આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક મહિલા ડૉક્ટરના પર્સમાંથી સ્યૂસાઈડ નોટ મળી આવી હતી, જેમાં ક્રાઈમ બ્રાંચના પીઆઈ બી.કે.ખાચર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યાં હતા. હાલ મહિલાના આપઘાત પાછળ કારણ બાબતે પોલીસે મૌન સેવ્યું છે. મૃતક મહિલા અને પીઆઈ વચ્ચે પ્રેમ સબંધો હતા.હાલમાં આ મામલે ગાયકવાડ હવેલી પોલીસે તપાસ શરૂ કરી છે. ચર્ચાઓ એવી પણ છે કે આ પીઆઇથી કંટાળીને મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી લીધી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post