IPL 2025 Awards List: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પહેલીવાર IPL ટ્રોફી જીતવાની સાથે જ 18 વર્ષની લાંબી રાહનો અંત લાવી દીધો છે. IPL 2025 ની ફાઇનલમાં RCB એ પંજાબ કિંગ્સને હરાવીને ટાઇટલ જીત્યું છેં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચમાં, RCB એ પંજાબ કિંગ્સને 6 રને હરાવ્યું અને નવો ચેમ્પિયન બનવાનું સન્માન મેળવ્યું. ટાઇટલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા, RCB એ તેમના ટોચના ક્રમના ઉત્તમ પ્રદર્શનને કારણે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યાં. વિરાટ કોહલી સહિત બાકીના બેટ્સમેનોએ મહત્વપૂર્ણ ક્ષણોમાં ઉપયોગી ઇનિંગ્સ રમી અને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી.
RCB બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સ ટીમ પણ મેચમાં ટકી રહી, પરંતુ આરસીબીના બોલરોએ દબાણ બનાવ્યું અને છેલ્લી ઓવરોમાં શાનદાર વાપસી કરી. પરિણામે, પંજાબની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવ્યાં બાદ માત્ર 184 રન જ બનાવી શકી અને બેંગ્લોરે 6 રનથી આ ઐતિહાસિક જીત નોંધાવી. 18 વર્ષની સખત મહેનત અનેક ઉતાર-ચઢાવ અને વારંવાર ખિતાબ ચૂકી જવા પછી, કોહલીએ આખરે આઈપીએલ ટ્રોફી જીતી. ચેમ્પિયન બનીને આરસીબીએ માત્ર ચમકતી ટ્રોફી જ નહીં પરંતુ વિજેતા ટીમ તરીકે 20 કરોડ રૂપિયા પણ પોતાના ખિતાબમાં મેળવી લીધા. રનર-અપ પંજાબ કિંગ્સ ટીમને 12.5 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી હતી. ઉપરાંત ઓરેન્જ કેપ, પર્પલ કેપ અને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન જેવા ઘણા એવોર્ડ આપવામાં આવ્યાં હતા.
IPL 2025 ના પુરસ્કારોની સંપૂર્ણ યાદી
- વિજેતા ટીમ RCB 20 કરોડ રૂપિયા
- રનર-અપ ટીમ પંજાબ કિંગ્સ 12.5 કરોડ રૂપિયા
- ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ કૃણાલ પંડ્યા 5 લાખ રૂપિયા
- સિઝનના ઉભરતા ખેલાડી સાઈ સુદર્શનને 10 લાખ રૂપિયા અને ટ્રોફી
- પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) પ્રસિદ્ધ કૃષ્ણ (25 વિકેટ) 10 લાખ રૂપિયા અને પર્પલ કેપ
- ઓરેન્જ કેપ સાઈ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ, 759 રન) 10 લાખ રૂપિયા અને પર્પલ કેપ
- ફેન્ટસી કિંગ ઓફ ધ સિઝન સાઈ સુદર્શન (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) સૂર્યકુમાર યાદવ (15 લાખ રૂપિયા અને ટ્રોફી)
- ફેરપ્લે એવોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ (10 લાખ રૂપિયા અને ટ્રોફી)
- સુપર સિક્સ ઓફ ધ સિઝન નિકોલસ પૂરન (40 સિક્સ) 10 લાખ
- ગ્રીન ડોટ બોલ ઓફ ધ સિઝન મોહમ્મદ સિરાજ 10 લાખ
- કેચ ઓફ ધ સીઝન કમિન્ડુ મેન્ડિસ 10 લાખ
- સુપર સ્ટ્રાઈકર વૈભવ સૂર્યવંશી (રાજસ્થાન રોયલ્સ)- 10 લાખ રૂપિયા
- ફોર ઓફ ધ સીઝન સાઈ સુદર્શન (ગુજરાત ટાઇટન્સ) 10 લાખ રૂપિયા
- પિચ અને ગ્રાઉન્ડ ડીડીસીએ (દિલ્હી કેપિટલ્સનું હોમ ગ્રાઉન્ડ) 50 લાખ રૂપિયા
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/