+

મોરબી- કચ્છ હાઇવે પર અકસ્માત, ઇકો કાર અને ટ્રક વચ્ચે ટક્કર થતા દીવના 4 લોકોનાં મોત

રાજકોટઃ મોરબી-કચ્છ હાઇવે પર થયેલા માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તેઓ કચ્છના માતા મઢ મંદિરના દર્શન કરવા માટે ઇકો-કારમાં મુસાફરી કરી રહ્યાં હતા. માલિયા તાલુકાના હરિપર

રાજકોટઃ મોરબી-કચ્છ હાઇવે પર થયેલા માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. તેઓ કચ્છના માતા મઢ મંદિરના દર્શન કરવા માટે ઇકો-કારમાં મુસાફરી કરી રહ્યાં હતા. માલિયા તાલુકાના હરિપર ગામ પાસે આ અકસ્માત થયો હતો. ઇકોનું ટાયર અચાનક ફાટી ગયું હતું અને અકસ્માત થયો હતો. 

મૂળ ગીર સોમનાથના અને હાલમાં દીવમાં રહેતો કાપડિયા પરિવાર મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યો હતો. ટાયર ફાટ્યા પછી, ડ્રાઇવરે સ્ટીયરિંગ વ્હીલ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાઈને બીજી લેનમાં ગઇ હતી. દરમિયાન, તે વિરુદ્ધ દિશામાંથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો-કાર પલટી ગઈ હતી.

ઇકોમાં સવાર છ લોકોમાંથી ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ભરતકુમાર વિરજીભાઇ બાંભણીયા, કંચનબેન વિરજીભાઇ બાંભણીયા, મનોજ લક્ષ્મણભાઇ કાપડિયા અને જીવનંશુ મનોજ કાપડિયાનો સમાવેશ થાય છે.

35 વર્ષીય જાગૃતિબેન મનોજભાઇ કાપડિયા અને તેમની 12 વર્ષની પુત્રી વૈદર્શીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.આ અકસ્માતને કારણે મોરબી-કચ્છ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.

ઘટનાની માહિતી મળતાં માળિયા તાલુકા પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, સ્થાનિક રહેવાસીઓની મદદથી કારમાંથી મૃતદેહો અને ઘાયલોને બહાર કાઢ્યા હતા. ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે માલિયા સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે.

facebook twitter