+

ACB ટ્રેપ- પોરબંદરમાં સહાયક મોટર વાહન નિરીક્ષક રૂ.5000 ની લાંચ લેતા ઝડપાયા

પોરબંદરઃ એસીબીની ટીમે વધુ એક લાંચિયા બાબુને ઝડપી પાડ્યાં છે. સામત ખીમાભાઇ કોડીયાતર, સહાયક મોટર વાહન નિરીક્ષક, આર.ટી.ઓ કચેરી, પોરબંદર, વર્ગ-3 ને રૂપિયા 5 હજારની લાંચની રકમ સાથે ઝડપી લીધા છે. તેમને પોરબ

પોરબંદરઃ એસીબીની ટીમે વધુ એક લાંચિયા બાબુને ઝડપી પાડ્યાં છે. સામત ખીમાભાઇ કોડીયાતર, સહાયક મોટર વાહન નિરીક્ષક, આર.ટી.ઓ કચેરી, પોરબંદર, વર્ગ-3 ને રૂપિયા 5 હજારની લાંચની રકમ સાથે ઝડપી લીધા છે. તેમને પોરબંદર આર.ટી.ઓ કચેરીમાં આવેલી સહાયક મોટર વાહન નિરીક્ષકની ઓફીસમાં જ આ લાંચ લીધી હતી.

ફરીયાદી પી.યુ.સી સેન્ટર ચલાવતા હતા અને પોરબંદર આર.ટી.ઓ કચેરી દ્વારા વાહનોના રીપાસીંગ અંગેનો કેમ્પ ગત તારીખ 28 માર્ચના રોજ સીંગરીયા ગામ ખાતે રાખેલો હતો. ફરીયાદીએ પોતાના ગ્રાહકોના વાહનોના રીપાસીંગના ભરેલા ફોર્મની એપોઇન્ટમેન્ટને આધારે જુદા-જુદા કુલ-12 વાહનોના ફીટનેશ સર્ટી. મેળવવા માટે કેમ્પમાં વાહનોના માલિકોને વાહનો સાથે હાજર રાખ્યાં હતા.
 
તે સમયે આરોપીએ ફરીયાદીના વાહનો રીપાસીંગ કરીને સર્ટી. આપવા પહેલા 15,700 રૂપિયાની લાંચ માંગી હતી. જેમાંથી 10,700 રૂપિયા ત્યારે લઇ લીધા હતા અને અન્ય રકમની માંગણી કરાઇ રહી હતી.

ફરિયાદી હેરાનગતિથી કંટાળ્યાં હતા અને લાંચની રકમ આપવા માંગતા ન હતા, જેથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો અને લાંચના છટકામાં આ સરકારી બાબુ આવી ગયા હતા. હાલમાં તેમની અટકાયત કરીને એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારીઃએન.એન.જાદવ,
પોલીસ ઇન્સ્પેક્ટર
અમદાવાદ ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે.

સુપરવિઝન અધિકારીઃકે.બી.ચુડાસમા,
મદદનીશ નિયામક,એ.સી.બી. અમદાવાદ એકમ, અમદાવાદ

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter