+

AAP ના 7 ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફરનો દાવો, અરવિંદ કેજરીવાલે ભાજપ પર લગાવ્યાં આરોપ

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ પર સનસનીખેજ આક્ષેપો લગાવ્યાં છે, તેમને કહ્યું છે કે અમારી પાર્ટીના 7 ધારાસભ્યોને તોડવા ભાજપે 25-25 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હતી, અમારી સરકાર ઉથલાવી ના

નવી દિલ્હીઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ પર સનસનીખેજ આક્ષેપો લગાવ્યાં છે, તેમને કહ્યું છે કે અમારી પાર્ટીના 7 ધારાસભ્યોને તોડવા ભાજપે 25-25 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હતી, અમારી સરકાર ઉથલાવી નાખવા માટે ભાજપે આ ષડયંત્ર કર્યું છે.

અગાઉ પણ કેજરીવાલે આવા દાવા કર્યાં હતા કે ભાજપ અમારા ધારાસભ્યોને પાર્ટી છોડવા મજબૂર કરી રહી છે અને હવે ફોન પર અમારા ધારાસભ્યોને ધમકી પણ મળી રહી છે, આ બધુ ભાજપ કરાવી રહી હોવાના આક્ષેપો લાગ્યા છે. આ 7 ધારાસભ્યોને ધમકી આપવામાં આવી છે કે તેઓ જો પૈસા લઇને આપ છોડશે નહીં તો તેમને કોઇને કોઇ કેસમાં અંદર કરી નાખવામાં આવશે.

અમે ભાજપ સામે લડતા રહીશું

અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે અમારા તમામ ધારાસભ્યોએ આ ઓફર ફગાવી નાખી છે અને ભાજપના આ ષડયંત્રને ખુલ્લુ પાડ્યું છે. નોંધનિય છે કે આપના અનેક નેતાઓ પર ઇડી અને સીબીઆઇએ કાર્યવાહી કરી છે, ખુદ અરવિંદ કેજરીવાલને ઇડીએ 4 વખત સમન્સ આપ્યું છે તેમ છંતા તેઓ ઇડી સમક્ષ હાજર થયા નથી. તેમની પણ ધરપકડની શક્યતાઓ નકારી શકાતી નથી. ત્યારે આ બધાની વચ્ચે હવે ધારાસભ્યોને ખરીદી લેવાની વાતથી રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ ઉભી થઇ છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

Trending :
facebook twitter