+

સુરતમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું, લોહી લુહાણ હાલત હોસ્પિટલ ખસેડાયો

સુરતઃ ઉત્તરાયણને હજુ ઘણો સમય બાકી છે તે પહેલા જ રાજ્યમાં દોરીથી ગળું કપાવાના બનાવ શરૂ થઇ ગયા છે. મજુરાગેટ બ્રિજ પર 45 વર્ષીય યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું છે. તે લોહીલુહાણ હાલતમાં બ્ર

સુરતઃ ઉત્તરાયણને હજુ ઘણો સમય બાકી છે તે પહેલા જ રાજ્યમાં દોરીથી ગળું કપાવાના બનાવ શરૂ થઇ ગયા છે. મજુરાગેટ બ્રિજ પર 45 વર્ષીય યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ ગયું છે. તે લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓએ તાત્કાલિક તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલ ભક્તિધામ સોસાયટીમાં રહેતા પશુપતિસિંહ (ઉ.વર્ષ.45) જેઓ મજૂરાગેટ બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે અચાનક પતંગની ઘાતક દોરી તેમના ગળા પર વાગતા ગંભીર ઈજા થવા પામી હતી. દોરી વાગતાં વાહન ચાલક પશુપતિસિંહ લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી ગયા હતા. 

બ્રિજ પરથી પસાર થતા અન્ય રાહદારીઓએ તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યાં હતા. યુવકની સ્થિતિ ગંભીર હોવાનું સામે આવ્યું છે. ઉત્તરાયણ પહેલા જ વાહન ચાલકોમાં પતંગની દોરીને લઈ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter