ફિલિપાઇન્સઃ છેલ્લા કેટલાક દિવસોથી ઘણા દેશોમાં ભૂકંપના આંચકા આવી રહ્યાx છે. હવે શુક્રવારે સવારે દક્ષિણ ફિલિપાઇન્સના એક પ્રાંતમાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પછી સ્થાનિક ભૂકંપશાસ્ત્રીય એજન્સી ફિવોલ્ક્સે સુનામીની ચેતવણી જારી કરી છે. દરિયા કિનારાની નજીક રહેતા લોકોને તાત્કાલિક ઉંચી જગ્યા પર ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.
શરૂઆતના અહેવાલોમાં કોઈ મોટું નુકસાન કે વિનાશ થયો નથી, પરંતુ શક્તિશાળી ભૂકંપને કારણે ગભરાયેલા લોકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. મૃતકો કે ઘાયલોની સંખ્યાની પુષ્ટિ થઈ નથી.
ભૂકંપનું કેન્દ્ર 50 કિલોમીટરની ઊંડાઈએ હતું
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપ વિશે વધુ માહિતી આપી છે. NCS એ અહેવાલ આપ્યો છે કે ભૂકંપ ફિલિપાઇન્સના મિંડાનાઓ પ્રદેશમાં આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ 50 કિલોમીટરની ઊંડાઈએ હતું. જોકે, NCS એ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 જણાવી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++