નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર એનડીએની મોદી સરકાર બનવા જઈ રહી છે, તેમ છતાં સ્થિતિ કદાચ પહેલા જેવી નહીં રહે. હવે પીએમ મોદી સામે ઘણા મોટા પડકારો હશે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં જનતાનો મિજાજ બધાએ જોઇ લીધો છે. એનડીએને 543માંથી 292 સીટો મળી છે જ્યારે ઈન્ડિયા એલાયન્સને 232 સીટો મળી છે. જો ભાજપની વાત કરીએ તો તેને માત્ર 240 બેઠકો મળી છે, જ્યારે 300ને પાર થવાની અપેક્ષા હતી. ભાજપ પાસે હવે બહુમતી નથી. આવી સ્થિતિમાં એનડીએની મદદથી સરકાર બનશે, પરંતુ હવે પડકારો પણ ઘણા વધી ગયા છે.
1- પીએમ મોદી સામે પહેલો પડકાર
પૂર્ણ બહુમતીના અભાવે હવે ગઠબંધનને પ્રાથમિકતા આપવી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પરિવારને એકસાથે રાખવાનો મોટો પડકાર હશે. હવે સરકારે કાયદા અને બિલમાં પણ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાડુયનું ધ્યાન રાખવું પડશે.
2- PM મોદી સામે બીજો પડકાર
એ વાત જાણીતી છે કે ભાજપના બંને સાથીદારો નીતિશ અને નાયડુ તેમની પ્રાથમિકતાના મુદ્દાઓ પર ક્યારેય એક થયા નથી. નીતિશ અને નાયડુ બંને નેતાઓ લાભ લેવામાં માહિર છે. હવે બજેટથી લઈને રાજ્ય સુધી તેઓ મોદી સરકાર પાસેથી કંઈક વધુ અપેક્ષા રાખશે. હવે વિશેષ રાજ્યનો મુદ્દો મોટો રહેશે. બંને નેતાઓ પહેલાથી જ બિહાર અને આંધ્રપ્રદેશ માટે અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે.
3- PM મોદી સામે ત્રીજો પડકાર
ભાજપના સાથી પક્ષોની વિચારધારા તેનાથી અલગ છે. ઘણા મુદ્દાઓ પર સાથી પક્ષો અને ભાજપ વચ્ચે વિચારસરણીમાં ઘણો તફાવત છે. આ જ કારણ છે કે મોદી સરકારે કોમન સિવિલ કોડ પર ધીમે ધીમે આગળ વધવું પડી શકે છે. 3-63 બેઠકોના આ આંચકા બાદ હવે ભાજપે પાર્ટી સંગઠનમાં ફેરફાર અંગે વિચારવું પડશે.
4- PM મોદી સામે ચોથો પડકાર
પીએમ મોદીએ તેમના વિજય ભાષણમાં સંકેત આપ્યાં હતા કે તેમની સરકાર મોટા નિર્ણયો લેશે.પરંતુ આ 5 વર્ષ મોદી મેજિકની ચમક પાછી લાવવાનો પણ સમય હશે, આ માટે મોદી સરકારે તેની નીતિઓને વધુ મજબૂત કરવી પડશે.
5- પીએમ મોદી સામે પાંચમો પડકાર
આગામી દિવસોમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હવે ભાજપ પર ત્રણેય રાજ્યોમાં વધુ સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે. દિલ્હી સિવાય અન્ય બે રાજ્યોમાં લોકસભા ચૂંટણીના પરિણામોએ પાર્ટી માટે તણાવમાં વધારો કર્યો છે. ભલે દિલ્હીમાં AAPનો સફાયો થતો જણાતો હોય, પરંતુ એ પણ સત્ય છે કે તેણે વિધાનસભાની ચૂંટણીમાં હંમેશા જોરદાર વાપસી કરી છે. આવી સ્થિતિમાં ભાજપે આ તરફ પણ ધ્યાન આપવું પડશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/