+

ગીર સોમનાથમાં 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી, માતા-પુત્રી સહિત ત્રણનાં કરુણ મોત

અચાનક મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી કાટમાળ નીચે દબાઈ જતાં ત્રણ લોકોનાં મોત  ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં લગભગ 80 વર્ષ જૂનું

અચાનક મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી

કાટમાળ નીચે દબાઈ જતાં ત્રણ લોકોનાં મોત 

ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં લગભગ 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું રહેણાક મકાન અચાનક ધરાશાયી થયું હતું. આ ઘટનામાં માતા-પુત્રી સહિત કુલ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યાં હતા.  

ખારવાવાડ વિસ્તારમાં આવેલું આ જર્જરિત મકાન રાત્રિના સમયે ધસી પડ્યું હતું. મળતી વિગત મુજબ, કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં એક જ પરિવારના દેવકીબેન શંકરભાઈ સુયાની અને તેમના પુત્રી જશોદાબેન શંકરભાઈ સુયાનીનો સમાવેશ થાય છે. મકાનની નીચે ઊભેલા એક બાઈકસવાર વ્યક્તિ દિનેશ જુંગી પણ કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

દુર્ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઇટર, પોલીસ, નગરપાલિકાની ટીમ તેમજ સ્થાનિક ખારવા સમાજના આગેવાનો અને યુવાનોની ટીમો ઘટના સ્થળે ધસી ગઈ હતી. રાત્રે શરૂ થયેલું બચાવ અને રાહત કાર્ય સવારના 4.30 વાગ્યા સુધી સતત ચાલ્યું હતું. સખત મહેનત બાદ બચાવ ટુકડીઓએ કાટમાળ હટાવીને ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સદભાગ્યે, મકાનમાં રહેલા અન્ય બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter