અમદાવાદમાં 3 પીએસઆઈ, 19 કોન્સ્ટેબલની કે કંપનીમાં બદલી - Gujarat Post

11:43 AM Jan 09, 2025 | gujaratpost

અમદાવાદઃ શહેરમાં વધુ 19 પોલીસ કોન્સ્ટેબલ અને 3 પીએસઆઇની બદલી કરવામાં આવી છેે. સજાના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા છેેલ્લા કેટલાક સમયથી આવી રીતે બદલીઓ કરવામાં આવી છે. આ પહેલા પણ પોલીસ કમિશનરે 13 કોન્સ્ટેબલની બદલી કરી હતી. શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોય શકે છેે.

બાપુનગર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં પી. આર. અમીન તથા એન. કે. રાજપુરોહિતની કે.કંપનીમાં બદલી કરવામાં આવી છેે. આ સિવાય ચાંદખેડાના પીએસઆઈ એમ.આર.બુખારીની કે કંપનીમાં બદલી કરવામાં આવી છ. આ બંને વિસ્તારોમાં છેલ્લા
થોડા દિવસોથી ગુનાખોરીનો ગ્રાફ ઊંચકાયો હતો અને ઉચ્ચ કક્ષાએ ગંભીર નોંધ લેવામાં આ હતી.

પીસીબી દ્વારા તાજેતરમાં ચાંદખેડા, સાબરમતી, બાપુનગર, ઈસનપુર, સોલા, સરખેજ, નારોલમાં દેશી અને અંગ્રેજી દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી હતી. આ વિસ્તારના જ પોલીસકર્મીઓ, પીએસઆઈની કે કંપનીમાં મોટાભાગે બદલી કરવામાં આવી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++