(file photo)
સુરતઃ વરસાદને કારણે સુરતમાં ઝાડા ઉલ્ટી, મલેરિયા, ડેન્ગ્યું, તાવ, કોલેરા, કમળો જેવી બીમારીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેવા સમયે વરાછામાં તાવ આવ્યાં બાદ રત્નકલાકાર તથા સચિનમાં તાવ અને કમળાની અસર થયા બાદ યુવાન અને પાંડેસરામાં તાવ આવ્યાં બાદ વૃદ્ધનું મોત નીપજ્યું છે. સ્મીમેર અને સિવિલથી મળેલી વિગતો મુજબ વરાછામાં અશ્વનિકુમાર રોડ પર ગૌ શાળા પાસે લક્ષ્મીનગરમાં રહેતા 28 વર્ષીય રત્નકલાકાર વિવેક સુલય પ્રજાપતિને ચાર દિવસથી તાવ હોવાથી દવા ચાલુ હતી. નોકરીથી ઘરે પગપાળા આવતી વખતે ચક્કર આવતા રોડ પર પડી જતા સ્મીમેરમાં લઇ જવાયા હતા પરંતુ તેમને મૃત જાહેર કરાયા હતા.
સચીનમાં બરફ ફેકટરી પાસે શિવનગરમાં રહેતા 29 વર્ષીય લૂમ્સ કારીગર શિવકરણ કલ્લુભાઇ નિશાદને થોડા દિવસ પહેલા તાવ અને કમળાની અસર થતા સારવાર ચાલુ હતી, ત્યારે તબિયત વધુ બગડત સિવિલમાં લવાયો હતો. પરંતુ તેને મૃત જાહેર કરાયો હતો. તે મુળ ઉતર પ્રદેશના ફતેપુરનો વતની હતો. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
ત્રીજા બનાવમાં પાંડેસરામાં લક્ષ્મીનગરમાં રહેતા 60 વર્ષીય સિક્યુરીટી ગાર્ડ બલરામ ગરીબચંદ મિસ્ત્રીને ત્રણ દિવસથી તાવ બાદ ઝાડા-ઉલ્ટી થયા હતા અને કાલે રાતે તબિયત વધુ બગડતા સિવિલમાં લવાયા હતા. જ્યાં તેમનું મોત થઇ ગયું હતુ. તેઓ બિહારના વતની હતા. તેમને ચાર સંતાનો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/