+

મૂળ ધોળકાના અને બગોદરામાં રહેતા એક જ પરિવારના 5 સભ્યોનો સામૂહિક આપઘાત, પોલીસ પહોંચી ઘટના સ્થળે

અમદાવાદઃ બાવળાના બગોદરા ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. બગોદરામાં ભાડાના મકાનમાં રહેતા પરિવારે અગમ્ય કારણસર આ પગલું ભર્યું છે. પરિવારે રાત્રે ઝેરી દવા ગટગટાવીને મોત વ્

અમદાવાદઃ બાવળાના બગોદરા ગામમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો છે. બગોદરામાં ભાડાના મકાનમાં રહેતા પરિવારે અગમ્ય કારણસર આ પગલું ભર્યું છે. પરિવારે રાત્રે ઝેરી દવા ગટગટાવીને મોત વ્હાલું કર્યું છે. આ ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ સ્થળ પર પહોંચીને તમામના મૃતદેહોને 108ની મદદથી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં છે.

બાવળાના બગોદરા ગામના વિપુલભાઇ કાનજીભાઇ વાઘેલા (ઉં.વ-32), તેમની પત્ની સોનલબેન (ઉ.વ-32), પુત્રી સિમરન (ઉ.વ-11), પુત્ર મયુર (ઉ.વ-8) અને પુત્રી પ્રિન્સી (ઉ.વ-5)એ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે.

આપઘાત કરનાર પરિવાર મૂળ ધોળકાનો હતો.આ પરિવાર એક મહિના પહેલા ધોળકાથી બગોદરા રહેવા આવ્યો હતો. વિપુલભાઇ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરિવારે આ પગલું શા માટે ભર્યું તેનું કારણ અકબંધ છે. બગોદરા પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter