+

અમેરિકામાં શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યાં બે ભારતીય વિદ્યાર્થીઓ, બે અઠવાડિયા પહેલા જ શિફ્ટ થયા હતા

(પ્રતિકાત્મક ફોટો) અમેરિકાઃ ભારતના બે વિદ્યાર્થીઓ તાજેતરમાં યુએસમાં તેમના  નિવાસસ્થાનમાંથી મૃત હાલતમાં મળી આવ્યાં હતા. તેઓની ઓળખ તેલંગાણાના વાનપર્થીના જી દિનેશ (ઉ.વ-22) અને આંધ્રપ્રદેશના શ્રીક

(પ્રતિકાત્મક ફોટો)

અમેરિકાઃ ભારતના બે વિદ્યાર્થીઓ તાજેતરમાં યુએસમાં તેમના  નિવાસસ્થાનમાંથી મૃત હાલતમાં મળી આવ્યાં હતા. તેઓની ઓળખ તેલંગાણાના વાનપર્થીના જી દિનેશ (ઉ.વ-22) અને આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના તેના રૂમ પાર્ટનર નિકેશ (ઉ.વ-21) તરીકે થઈ હતી. બંનેના પરિવારજનોને મોતના કારણ વિશે કોઈ માહિતી નથી. દિનેશના કેટલાક મિત્રોએ શનિવારે રાત્રે ફોન કરીને બંનેના મોતની જાણકારી આપી હતી. દિનેશ ગયા વર્ષે અભ્યાસ માટે હાર્ટફોર્ડ, કનેક્ટિકટ યુએસએ ગયો હતો, જ્યારે નિકેશ થોડા દિવસો પછી આવ્યો હતો. અમેરિકા ગયા પછી તેઓ રૂમ પાર્ટનર બની ગયા હતા.

સરકાર પાસે મદદ માંગી

દિનેશના પરિવારજનોએ જણાવ્યું કે દિનેશના મિત્રોએ શનિવારે રાત્રે અમને ફોન કરીને તેના અને તેના રૂમ પાર્ટનરના મૃત્યું વિશે જણાવ્યું હતું. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે અંગે અમારી પાસે કોઈ માહિતી નથી. અમે દિનેશના મૃતદેહને પરત લાવવા માટે કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડી પાસે મદદ માંગી છે.

નિકેશના પરિવાર સાથે કોઈ સંપર્ક નથી

વાનપાર્ટીના ધારાસભ્ય મેઘા રેડ્ડીએ પણ દિનેશના મૃતદેહને પરત લાવવા માટે શક્ય તમામ મદદની ખાતરી આપી છે. તેઓ વિદ્યાર્થીના પરિવારને મળ્યાં હતા અને તેમને સાંત્વના આપી હતી. દિનેશના પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે નિકેશના પરિવાર સાથે તેમનો કોઈ સંપર્ક નથી કારણ કે બંને તાજેતરમાં અમેરિકા ગયા હતા. શ્રીકાકુલમ જિલ્લા પ્રશાસન પાસે પણ નિકેશ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

ભારતીય પરિવારનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું

અગાઉ, હરિયાણાના કરનાલ જિલ્લાના વકીલની એકમાત્ર પુત્રી, જમાઈ અને પૌત્રનું અમેરિકાના ડોવર મેસેચ્યુસેટ્સની રાજધાની બોસ્ટન શહેરમાં મૃત્યુ થયું હતું. પોલીસને તેમના ઘરેથી જ મૃતદેહો મળી આવ્યાં હતા. અમેરિકન પોલીસે ત્રણેયના મૃતદેહનો કબ્જો મેળવીને કેસની તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter