જયપુરમાં ડમ્પરે કાર સહિત 5 વાહનોને ટક્કર મારી, 10 લોકોનાં મોત, 40 વ્યક્તિઓને કચડ્યાં

12:16 AM Nov 04, 2025 | gujaratpost

જુદા જુદા બે અકસ્માતોમાં 25 લોકોના મોત થઇ ગયા 

રાજસ્થાનઃ જયપુરમાં એક ડમ્પર ટ્રકે એક કાર અને પછી ચાર અન્ય વાહનોને ટક્કર મારતા અકસ્માતમાં 10 લોકોનાં મોત થયા છે. જ્યારે 40 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ અકસ્માત હરમારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોહામંડી રોડ પર થયો હતો.

પોલીસના જણાવ્યાંં અનુસાર એક ડમ્પર ચાલકે કાર સહિત 5 વાહનોને ટક્કર મારી હતી, જેમાં 10 લોકોના મોત થયા અને લગભગ 40 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ડમ્પર ચાલક દારૂના નશામાં હતો.  

આ અકસ્માત બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ છે, તેઓ ડમ્પર ચાલક અને માલિક બંને સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે.  પરિવારના સભ્યો તેમના પ્રિયજનોના મોતના સમાચાર સાંભળતા જ આક્રંદ કરી રહ્યાં હતા.

નોંધનિય છે કે રાજસ્થાનના જોધપુરમાં 2 નવેમ્બરના રોજ પણ એક મોટો અકસ્માત થયો હતો. ફલોદી જિલ્લાના માટોડામાં એક ટેમ્પો ટ્રાવેલર વાહન રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક ટ્રેલર સાથે અથડાયું હતું, જેમાં 15 લોકોનાં મોત થયા હતા અને બે ઘાયલ થયા હતા. કોલાયતની મુલાકાત લીધા પછી શ્રદ્ધાળુઓ જોધપુર પરત ફરી રહ્યાં હતા. આ સમય દરમિયાન તેમના ટેમ્પો ટ્રાવેલરને અકસ્માત થયો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++